અ - પૂર્ણતા - ભાગ 17

(11)
  • 2.8k
  • 1
  • 2.2k

રેનાના ગાલ પર વૈભવએ હાથ ફેરવી સોરી કહ્યું. રેના વિચારી રહી કે આ કોઈ સપનું તો નથી ને. વૈભવ ધીમેથી રેનાની નજીક આવ્યો અને હળવેથી તેનું કપાળ ચૂમ્યું. "રેના, હું તને ખૂબ પ્રેમ કરું છું. દિલથી કહું છું આઇ રિયલી લવ યુ. સવારે મારાથી તને થોડુક વધુ જ મરાઈ ગયું." આમ કહી તેણે રેનાને આલિંગનમાં લઈ લીધી. રેનાની આંખમાંથી ફરી આંસુ વહી નીકળ્યાં. તેના લાવા નીકળતા હદયને જાણે શાતા મળી ગઈ. તે વૈભવથી અળગી થતાં બોલી, "વૈભવ...." "શશશ...મારે કઈ જ નથી સાંભળવું." એમ કહી વૈભવએ રેનાના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી. રેનાએ ફરી બોલવાની કોશિષ કરી પણ આ વખતે