લવ યુ યાર - ભાગ 53

  • 912
  • 2
  • 442

જેની તો આજે ખૂબજ ખુશ હતી કારણ કે, મીતની કંપનીમાં તેને જોબ મળી ગઈ હતી. તેને મીત પહેલેથી જ ખૂબ ગમતો હતો પરંતુ મીતે તેની સાથે લગ્ન કરવાની "ના" પાડી દીધી હતી એટલે તેનાં અરમાન અધૂરાં ને અધૂરાં જ રહી ગયા હતા. હવે પાછું ફરીથી તેને મીત સાથે કામ કરવા મળ્યું એટલે તે રાજીના રેડ થઈ ગઈ હતી કે ચાલો એ બહાને પણ મીતની સાથે તો રહી શકાશેને... આજે મીતની કંપનીમાં તેનો પહેલો દિવસ હતો તેથી તે ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને તૈયાર થઈને આવી હતી ઓફિસમાં પહોંચી ત્યારે મીત હજી આવ્યો ન હતો તેને રિસેપ્શન ઉપર જ રોકી એટલે