બે ઘૂંટ પ્રેમના - 2

  • 2.5k
  • 1
  • 1.7k

" મુલાકાત શું કરવી પપ્પા...તમે છોકરી જોઈ લીધી ને પછી મારે જોવી શું જરૂરી છે?" " આખી જિંદગી તારે એની સાથે વિતાવવાની છે, એક્બીજા ને ઓળખ્યા વિના જાણ્યા વિના તમે બન્ને ભવિષ્ય કેવી રીતે નિર્મિત કરશો? એક વખત મળી લઈશ પછી બધી મારી વાત સમજાઈ જશે..." હું પપ્પા સાથે ડીબેટ કરવા નહોતો ઈચ્છતો એટલે મેં કહ્યું. " ઓકે બાબા હું મળી લઈશ...પણ મળવા કેટલા વાગ્યે જવાનું છે?" " સાંજના છ વાગ્યે..." " છ વાગ્યે!..." " કેમ શું થયું?" " કાલ સાંજે તો હું મારા ફ્રેન્ડના બર્થ ડે પાર્ટીમાં જવાનો છું.." " હા તો છ વાગે મળીને ત્યાંથી તું ફ્રેન્ડના ઘરે