શીર્ષક : ધોધમાર માટે કાળજાળ ©લેખક : કમલેશ જોષી ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક બેડ ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી