પ્રેમ સમાધિ - પ્રકરણ-77

(15)
  • 2k
  • 3
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-77 કલરવ યોગનિદ્રામાંથી જાણે ઉઠ્યો. એનાં શાંત અને શિથિલ થયેલા આંખનાં પડળ ખૂલ્યાં... એને જે એહસાસ થયેલો એનો આનંદ હતો. બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવીમાંનું સ્તવન અને યોગ બંન્નો યુયોગ એને આનંદ આપતો હતો. વિજય એનાં રૂમમાં આવીને જતો રહ્યો એને ખ્યાલ નહોતો આવ્યો. કલરવ એકદમ તાજો માજો અને સ્વસ્થ હતો એ એનાં સ્વસ્થ ચિત્તે વિચારી રહેલો કે આજે વિજય અંકલને જે અત્યારે બ્રહ્મમૂહૂર્તમાં પોતાનાં જીવન અને કારકીર્દી અંગે નિર્ણય લીધો છે એ કહી દેવો. એણે પોતાનાં રૂમની અગાશીમાં જઇને હળવી કસરત કરવા માંડી. સવારનાં સૂર્યનાં સોનેરી કિરણો પૃથ્વી ઉપર પ્રસરી રહેલાં. એ ખૂબ આનંદમાં હતો એનુ એ પણ કારણ હતું