બે ઘૂંટ પ્રેમના - 1

  • 5.1k
  • 2
  • 3.2k

" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી.