સવાઈ માતા - ભાગ 68

  • 1.7k
  • 2
  • 776

આજનાં એક દિવસમાં ઘણુંય બદલાઈ ગયું. મેવો તેનાં ડ્રાઈવર તરીકેનાં ઈન્ટરવ્યુમાં ઉત્તીર્ણ થયો. તે સાંજે જ પોતાનાં પરિવાર સાથે શાળાનાં ક્વાર્ટરમાં રહેવા ગયો. રમીલાએ અડધા દિવસની રજા લઈને રાજીનાં કપડાં અને બીજી જરૂરી ઘરવખરીની ઝડપભેર ખરીદી કરી હર્ષાશ્રુ સહિત તેમને વળાવ્યાં. તુષાર અને દિપ્તી વધુ ન રોકાઈ શકતાં સમુ અને મનુ થોડાં ઉદાસ થઈ ગયાં. રાજીએ તેમને આવનાર રવિવારે તેમને લઈને અહીં આવશે એમ ખાતરી આપી. સવલી સવારે જ ઘરે આવી ગઈ હતી. તેને મેવો ઠેકાણે પડશે એ વાતથી ઘણી રાહત થઈ. પિતા પણ ઘણો આનંદિત હતો પણ તેને આજે રજા મળે એમ ન હતું. રમીલાએ મેવાનાં પરિવાર માટે રિક્ષા