પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 2

  • 2.2k
  • 1.2k

ભાગ - ૨ભાગ - ૧ ક્રમશઃ ....ચાંદની ચાંદની શિયાળાની રાતને વધુ સફેદ અને ઠંડી બનાવતી હતી . ચારે બાજુ બરફ જ બરફ હતો . બધું જ સફેદ લાગતું હતું . બારી પાસે બેસી અનુ રોજની જેમ એનાં પિતાજીની રાહ જોતી હતી . પણ આજ સમય થોડો અલગ હતો . મનમાં એક ડર હતો , મમ્મી સાથે તો ગમે તેમ લડી લીધું પણ ડેડ પાસે શું બોલશે !!! સાચી માથાકુટ તો ડેડ સાથે જ કરવાની હતી . ડરની લાગણી ઉછાળા મારે ત્યાં તેને ડોગને જોઈને હિંમતનાં ભાવ પણ જાગતા હતાં . તેને વિશ્વાસ હતો કે કંઈ પણ કરીને એ લડી લેશે