મિસ્ટર એન્ડ મિસેજ માહી

  • 1.5k
  • 508

મિસ્ટર એન્ડ મિસેજ માહી- રાકેશ ઠક્કર રાજકુમાર રાવ- જહાનવી કપૂરની ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ માં આમ ખાસ કોઈ નવીનતા નથી પણ એક સંદેશ સાથે પારિવારિક ફિલ્મ હોવાથી પૈસા વસૂલ ફિલ્મ છે. નિર્દેશક શરણ શર્માએ જહાનવી સાથેની પ્રથમ ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ થી અંદાજ આપી દીધો હતો કે એ પ્રગતિ કરશે. આ વખતે એમણે જહાનવી કપૂરની ભૂમિકા મુખ્ય રાખી છે. એની પાસેથી સારું કામ લીધું છે. એક રીતે આ મહિલા પ્રધાન ફિલ્મ છે. જહાનવીની આસપાસ જ વાર્તાના તાણાવાણા વણાયેલા છે. ફિલ્મમાં રાજકુમાર હીરો છે પણ જહાનવીનો સહાયક કલાકાર લાગે છે. અલબત્ત દ્રશ્ય રોમેન્ટિક હોય કે ઈમોશનલ બંને પતિ-પત્ની તરીકે