અ - પૂર્ણતા - ભાગ 11

(11)
  • 3k
  • 2.5k

"હેલો ગોલુ...? "રેના....!!!! "હા , હું રેના. તું ક્યાં છે? આઈ નીડ યુ. પ્લીઝ સેવ મી. હું....હું...." આટલું કહેતાં રેના રડી પડી. "ડોન્ટ ક્રાય. શું થયું?? તું ક્યાં છે?" "હું...હું...સુરત પોલીસ સ્ટેશનમાં છું. પ્લીઝ તું જલ્દી આવ. બાકી ટીવીમાં ન્યૂઝ ચેનલ જોઈ લેજે બધું ખબર પડી જશે. મારી પાસે વધુ સમય નથી ફોન પર વાત કરવાનો. પ્લીઝ કમ ફાસ્ટ. પ્લીઝ...પ્લીઝ..." રેના હજુ કઈ બોલે એ પહેલા જ મીરાએ ફોન કટ કરી નાખ્યો. રેના લાચારીથી મીરા સામે જોઈ રહી. "કોઈ દેવદૂત આવવાનો છે તમને બચાવવા?" રેનાના જવાબની રાહ જોયા વિના તેણે ફરી કિશનને રેનાને લોક કરી દેવા ઓર્ડર કર્યો. રેના ફરી