ચોરોનો ખજાનો - 60

  • 1.6k
  • 754

રક્તપાત રાજસ્થાનમાં એક હાઇવે પરથી જઈ રહેલી અમુક ગાડીઓને એક ચેકપોસ્ટ ઉપર ઊભી રાખવામાં આવી. થોડીવાર પહેલાં જ વાયરલેસ ઉપર મેસેજ મળેલો કે એકસરખી જ કાળા કલરના કાચ વાળી ગાડીઓ શંકાસ્પદ લાગી રહી છે, તેને રોકવી. આ ચેકપોસ્ટ ઉપર અત્યારે એક સી.આઈ. અને બીજા ચાર કોન્સ્ટેબલ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. એક કોન્સ્ટેબલે પોતાના ઉપરી અધિકારીને જણાવીને આ ગાડીઓને ઉભી રાખવા માટે સલાહ લીધી હતી. જ્યારે તેને આ બાબતે મંજૂરી મળી ગઈ એટલે તેણે આ ગાડીઓને રોડ બ્લોક કરીને ઊભી રાખી હતી. સૌથી આગળની ગાડીના કાળા કાચ પર ઉલ્ટા હાથની બે આંગળીઓને ધીમેથી ફટકારીને તે કોન્સ્ટેબલે તે જ બે આંગળીઓ