પોતાનું ભાગ્ય જાતે જ બનાવો...

  • 2.4k
  • 756

એક જૂની કહેવત છે કે મને તમારા પાંચ મિત્રો બતાવો અને હું કહી શકીશ કે તમારું ભવિષ્ય કેવું હશે... આ એક જૂની કહેવત છે. આ કહેવત સાચી છે, પણ એમાં ઉમેરો કરવાનું મન થાય છે. હવેની કહેવત છે કે તમે જેવું વાંચો છો, જેવા વિડિયોઝ જોવો છો ,જેવો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો અને જેવી રીતે ટેકનોલોજી વાપરો છો એવું તમારું ભવિષ્ય બને છે. આજનો જમાનો ઇન્ફોર્મેશન અને કન્ટેન્ટ નો જમાનો છે વ્યક્તિ રોજ નવા નવા કન્ટેન્ટ અને માહિતીઓને મેળવે છે, તેનું પૃથક્કરણ કરે છે તેને સ્કીલ અને ટ્રેનિંગમાં ફેરવે છે ,અને એ ટ્રેનિંગ પોતે પોતાના અને બીજાના જીવનમાં ઉતારે છે.