ભૈયા જી

  • 1.9k
  • 718

ભૈયા જી- રાકેશ ઠક્કર મનોજ વાજપેઇની ‘ભૈયા જી’ ને સમીક્ષકો અને દર્શકોએ ખાસ પસંદ કરી નથી તેથી એમ કહી શકાય કે 100 મી ફિલ્મની ઉજવણી એ કરી શક્યો નથી. મનોજ એક નવા જ રૂપમાં એક્શન સાથે પડદા પર આવી રહ્યો હોવાનું ટ્રેલર પછી કહેવાયું હતું. મનોજે ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ના નિર્દેશક અપૂર્વસિંહ કાર્કી સાથે આ બીજી ફિલ્મ આપી હોવાથી વધારે આશા હતી.નિર્દેશકે સમજવાની જરૂર હતી કે એક મનોજ આ ફિલ્મને હિટ કરવા માટે કાફી ન હતો. ભલે મનોજની આ સૌથી મોટી રજૂઆત હતી પણ સ્ક્રિપ્ટ અને અન્ય કલાકારો પર મહેનત કરવાની જરૂર હતી. મનોજ પોતાને શાહરૂખ સાબિત કરવાની