અ - પૂર્ણતા - ભાગ 9

(15)
  • 3.2k
  • 2.7k

વૈભવે દરવાજો ખોલ્યો તો સામે એસીપી મીરા શેખાવત ઊભા હતાં. વૈભવને અનુમાન તો થઈ જ ગયું કે મીરા શેખાવત શા માટે આવ્યાં હશે છતાંય તેણે ચહેરા પર પરાણે સ્મિત લાવીને પૂછ્યું, "યેસ મેમ, બોલો શું સેવા કરી શકું તમારી?" મીરા હસી પડી. "મિસ્ટર વૈભવ, સેવા કરવા તો અમે લઈ જઈશું તમારી વાઇફને. હું મિસિસ રેના શાહની ધરપકડનું વોરંટ લઈને આવી છું." આમ કહી મીરા અંદર આવી અને તેણે એક નજર રેના પર નાંખી. રેના એટલી ગભરાઈ ગઈ હતી કે તેને પરસેવો છૂટી ગયો. "કોન્સ્ટેબલ, અરેસ્ટ હર." મીરાનો ઓર્ડર મળતાં જ લેડી કોન્સ્ટેબલ આગળ આવી અને રેનાના હાથમાં હાથકડી પહેરાવી દીધી.