લવ યુ યાર - ભાગ 51

  • 2.5k
  • 3
  • 1.7k

મીત સાંવરીને મૂકીને રીટર્ન થયો એટલે તેને પણ થોડું સૂનું સૂનું લાગવા લાગ્યું અને તે પણ એમ વિચારવા લાગ્યો કે, મને એકલા એકલા તો નહીં જ ગમે પણ હવે શું થાય સાવુના પપ્પાની તબિયત આટલી બધી બગડી હોય તો તેને મોકલવી તો પડે જ ને !! પણ ખરેખર ઘણાંબધાં લાંબા સમય પછી હું અને સાંવરી આ રીતે છૂટાં પડ્યા છીએ.. તેના વગર રહેવું જાણે મુશ્કેલ જ નહીં નામુમકીન છે તેને પણ ગમતું નહીં હોય પણ હવે શું થાય ?? લાવ તેને ફોન કરું... અને તરતજ મીતે સાંવરીને ફોન લગાવ્યો...મીત: બોલ શું કરે છે ડિયર ? સાંવરી: બસ, તારા જ વિચારો