અ - પૂર્ણતા - ભાગ 5

  • 1.5k
  • 1.3k

વૈભવ તેના પરિવાર સાથે નાસ્તો કરવા બેઠો હતો. આ તેમના ઘરનો વણલખ્યો નિયમ હતો કે સવારનો નાસ્તો અને રાતનું જમવાનું બધાએ સાથે જ કરવું. વૈભવના ફોનમાં એક મેસેજ આવ્યો જે જોઈ તેના ચહેરાના હાવભાવ ફરી ગયા. પરંતુ મમ્મી પપ્પા સામે વધુ વખત મોબાઈલ હાથમાં નહિ રાખી શકાય એ વિચારી તેણે નાસ્તામાં ધ્યાન પરોવ્યું. ફટાફટ નાસ્તો પતાવીને તે બેડરૂમમાં જતો રહ્યો. સામાન્ય સંજોગોમાં રવિવારે બેય બાપ દીકરો સાથે બેસીને ટીવી જોતાં કે પછી વાતો કરતાં. આજે મનહરભાઈને થોડી નવાઈ લાગી કે વૈભવ કેમ બેડરૂમમાં જતો રહ્યો. પછી મન મનાવ્યું કે કઈક કામ યાદ આવી ગયું હશે એમ વિચારી તે ટીવીનું રિમોટ