ઉદ્દીપન - એક નવી શરૂઆત

  • 766
  • 312

વર્તમાન સ્વતંત્ર ભારતથી થોડા સમય પૂર્વેના એક નાનકડા ગામની આ વાત છે. નદીકિનારે પર્વતોની શૃંખલાઓમાં વસેલું કુદરતી આવાહનસમુ આ અનોખું ગામ આસપાસના અનેક ગામોની સરખામણી મા આગવુ સ્થાન ધરાવતું હતું. અહીંયાના ગ્રામજનો પૂર્ણરૂપે સાક્ષર ન હતા પણ યોગ્ય સમજણ ધરાવતા હતા. આ ગામમાં નાના મોટા એમ કરીને આશરે 50 થી વધુ પરિવાર રહેતા હતા જેમાં કેટલાક શ્રીમંત પરિવાર હતા તો ઘણા ખેતી થી પોતાનુ ગુજરાન ચલાવનારા શ્રમજીવીઓ પણ વસવાટ કરતા હતા. જ્યાં એક મધમવર્ગીય કરસનદાસ માણેક ના પરિવારનો સમાવેશ થતો હતો જેમની દીકરી સુહાના એક જુસ્સાદાર અને જાગૃત યુવતી હતી તેણીએ પોતાની સૂઝબુઝ થી ગામના કાર્યોને યોગ્ય રીતે પાર પાડ્યા