નારદ પુરાણ - ભાગ 26

  • 1.2k
  • 2
  • 430

શ્રી સનક બોલ્યા, “હે મુને, હવે પછી હું ભગવાન વિષ્ણુની વિભૂતિસ્વરૂપ મનુ અને ઇન્દ્ર આદિનું વર્ણન કરીશ. આ વૈષ્ણવી વિભૂતિનું શ્રાવણ અથવા કીર્તન કરનારા પુરુષોનાં પાપ તત્કાળ નાશ પામે છે.         એક સમયે વૈવસ્વત મન્વંતરમાં જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસસ્થાને ગયા. હે દેવર્ષિ, બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈ સુધર્મે આદરપૂર્વક તેમનું યથાયોગ્ય પૂજન કર્યું.         પૂજાયા પછી ઇન્દ્રે વિનયપૂર્વક કહ્યું, “હે વિદ્વન, તમે ગત બ્રહ્મકલ્પનો વૃત્તાંત જાણતા હો તો કહો.”         ઇન્દ્રના આ કથન પછી સુધર્મે કલ્પની દરેક વાતનું વિધિપૂર્વક વર્ણન શરૂ કર્યું, “હે દેવરાજ, એક હજાર ચાર યુગોનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના