એકલતાનો સહારો

  • 1.8k
  • 640

રાધાબેન આજે બહુજ ખુશ હતાં. થોડાં મહિના પહેલાં જ એક કબૂતરે એમનાં ઘરનાં ઝરૂખામાં બારી આગળ જ સુંદર મજાનો માળો બનાવ્યો હતો. પહેલાં તો રાધાબેન એ માળાથી અને એનાંથી થતી ગંદકીથી બહુ જ ગુસ્સે થઈ જતાં પણ એ કબૂતર ત્યાં આવવાનું ભૂલે જ નહિ. ઘણીવાર માળો પાડ્યો પણ એ જ જગ્યાએ કબૂતર આવીને ફરીથી માળો બાંધી જાય. છેવટે એનાંથી કંટાળીને રાધાબેને એ બારીને જ કાયમ માટે બંધ કરી દીધી. લગભગ એક મહિનામાં જ કબૂતરે ત્યાં આવીને બે ઈંડા મૂક્યાં. રોજ કબૂતર એ ઈંડાને પોતાના જીવની જેમ સાચવવા લાગ્યું અને હવે તો એ જગ્યાએથી ઉડીને કબૂતરે બહાર જવાનું પણ બંધ કરી