પ્રેમ સમાધિ - પ્રકરણ -70

(14)
  • 1.9k
  • 2
  • 1.2k

પ્રેમ સમાધિ -70 સાંજની વેળા આવી ગઇ.. સાગર સમ્રાટ શાંત છે... દમણનાં ડોક પર લાંગરેલી વિશાળકાય શીપમાં પણ ઠહેરાવ હતો બધુ શાંત... દરેક કર્મચારી.. ખારવા નિરાંત કરીને બેઠાં હતાં નવા હુકમની રાહ જોવાતી હતી છેલ્લાં સાત દિવસથી ખેપ થઈ નહોતી બધાં આરામ સ્વીકારી ઘણાં સમયની દોડધામનો જાણે થાક ઉતારી રહેલાં. શીપનાં અંદરના ભાગે રામભાઉ એમની કેબીનમાં હતાં તેઓ બહારનાં ભાગમાં આવ્યા શીપનાં આગળનાં ભાગે આવેલી રેલીંગ પકડીને દૂર તરફ જોઇ રહેલાં. હાથમાં સીગરેટ હતી ધીમે ધીમે કસ મારી રહેલાં. દરિયાનાં શાંત મોજાઓને જોઇ વિચારી રહેલાં. દરિયાની અંદર માછલીઓ પાણીની બહાર તરફ આવી પાછી અંદર જતી રહેલી જોઇ રહેલાં. રેખા ભૂપત