અનહદ પ્રેમ - 10

  • 1.6k
  • 822

અનહદ પ્રેમ પાર્ટ - 10" હા હા બધું કહીશ તને પણ અત્યારે તો મારું મોઢું ખાવામાં વ્યસ્ત છે. પેટના બિલાડા જોર જોરથી બૂમ પાડીને કહે છે. કે ચુપ ચાપ ખાવા માંડ. એટલે મિસ્ટર વિજય થોડી ધીરજ રાખો આજે જ બધું જાણી લેવું છે. તમારે?" મોહિતે હસતા હસતા આગળ શું થયું એ જાણવા માટે થનગની રહેલા અરમાન પર પાણી ફેરવતા કહ્યું .. વિજય બેઘડી મોહિત સામે આક્રોશ ભરી નજરે જોતો રહ્યો. મોહિતને તો લાગ્યું કે હમણાં વિજય તેની પર આકરા શબ્દોનો પ્રહાર કરશે.પણ તે તો પોતાની જાત પર સંયમ રાખીને ચૂપચાપ જમવા લાગ્યો. મોહિત વિજયને નાનપણથી ઓળખતો હતો. વિજયને જેટલું જલ્દી