નારદ પુરાણ - ભાગ 25

  • 1.3k
  • 4
  • 468

શ્રી સનક બોલ્યા, “હે વિપ્રવર, ભગવાન વિષ્ણુના મહાત્મ્યનું વર્ણન ફરીથી સાંભળો. વિષયભોગમાં પડેલા માણસો તથા મમતાથી વ્યાકુળ થયેલા ચિત્તવાળા મનુષ્યોનાં સઘળાં પાપોનો નાશ ભગવાનના એક જ નામસ્મરણથી થાય છે. ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગ્યા રહીને જેઓ સર્વ મનુષ્યો ઉપર અનુગ્રહ રાખે છે ને ધર્મકાર્યમાં સદા તત્પર રહેતા હોય છે, તેમને સાક્ષાત વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુના ચરણના ઉદકનું એક ટીપું પણ પી લે છે, તે સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે. આ વિષયમાં પણ જ્ઞાની પુરુષો આ પ્રાચીન ઈતિહાસ કહેતા હોય છે.         ગુલિક નામનો એક પ્રસિદ્ધ વ્યાધ હતો. તે પારકી સ્ત્રી અને પારકું ધન હરી લેવા