પરીક્ષા પન્નાલાલ પટેલ લિખીત નવલિકા છે, જેમાં મહાદેવ નામનો વિદ્યાર્થી બીજાના ખેતરમાં આવી ચડેલી ગાયને હાંકવા જાય છે, અને પરીક્ષામાં મોડો પહોચે છે, એની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે, Pariksha – Pannalaal Patel std 7, ગુજરાતી વાર્તા સંગ્રહ પરીક્ષા – પન્નાલાલ પટેલ સૂર્ય ઊગ્યો. ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો … વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભરવા માંડ્યો …. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પાંખોનો વીંજણો વીંઝતું હવામાંનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું … ગામમાંથી ગાયભેંસનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું જતું ખાતું હતું. શાળાએ જવા છોકરાં હાલ્યાં, મોલ જોતાં, હવા ખાતાં, પક્ષીઓના