સવાઈ માતા - ભાગ 66

  • 1.8k
  • 2
  • 802

સુશીલામાસી સાથે વાતો કરતા મેવાને જોઈ વિસળને અને શામળને નવાઈ લાગી. જે છોકરો નાનપણથી જ ખોટી સોબતમાં ઊંધા રસ્તે ચઢી ગયેલો, ક્યારેય કોઈનીય વાત ન સાંભળતો અને અત્યંત વિચિત્ર રીતે દરેક સાથે વર્તતો આ મેવો સુશીલા સાથે કેટલીય માયાથી વાત કરતો હતો. તેની વાતોથી સવલી અને સુશીલા બેય ખુશ થયાં. રાજીને લાગ્યું કે હવે તેનાં જીવનમાં સુખનો સૂરજ ઉગવાને જરાય વાર નથી. તેની પણ રમીલા માટેની ઈર્ષ્યા ક્યાંય ઓગળી ગઈ હતી. રમીલાને વીણાબહેને બોલાવી અને તેઓ કૃષ્ણકુમારજીની ઓફિસમાં ગયાં. મેઘનાબહેને વીણાબહેન અને તેમનાં પતિને મેવા વિશે વાત કરી રાખી હતી. વીણાબહેને ઓફિસમાં જઈને બેઠક લીધી અને રમીલાને પણ સામે બેસાડી.