અનુબંધ - 17

  • 1.3k
  • 582

જીવનમાં આવેલા આ અણધાર્યા વળાંકથી તાજુબ જરૂર થતું હતું.મેં ક્યાંક ઉતાવળીએ નિર્ણય તો નથી લીધો ને !મારે ઋત્વિ ને પૂછવું ....સલાહ લેવી જોઈતી હતી .....સમજણ પડતી નહોતી ....ગરવી ગુજરાતના જે માલિક હતા તે મુસલમાન હતા એટલે મન સંકોચાતું હતું.બીજી તરફ એ પણ વિચાર આવતો હતો કે,મારે આગળ વધવા માટે કૂદકો મારવો પણ એટલો જ જરૂરી છે.દેશદાઝ પણ જરૂરી છે .....પણ જો હું આ તકને ગુમાવીશ તો પછી મારે ઋત્વિ સાથે આગળ વધવું હશે તો વધી નહીં શકાય.આ એકવીસમી સદીમાં .....ના ....ના....મેં મારૂ કાળજું કઠણ કરી લીધું .....હવે આ પાર કે પેલે પાર ....સાગર ખેડવો છે તો બહાદુર બનવું જ રહ્યું