એક ષડયંત્ર.... - ભાગ 90

(ઘરમાં આગ જોઈ આજુબાજુ પાડોશી ગભરાઈ ગયા પણ ઘરમાં કોઈ વ્યકિત ના હોવાથી પોલીસ બોલાવવામાં આવે છે. પોલીસ કનિકાને જણાવતાં કનિકા ડૉકટર અને પોલીસને પૂછતાછ કરે છે. હવે આગળ.....) કનિકાએ ડૉક્ટરને કહ્યું કે, “બચાવવા પ્રયત્ન કરજો અને નહિંતર ગુનેગાર છટકી જશે. કમ સે કમ તેને ભાનમાં લાવવા પ્રયત્ન પણ કરો, તો બીજી છોકરીઓ ની જીંદગી બચી જાય. નહીંતર... કેટલી છોકરીઓ હોમાશે?” “મને ખબર છે, આવા કેસમાં તો ગુનેગાર જલ્દી છટકી જાય છે, પણ મેડમ મારો પ્રયત્ન ચાલુ જ છે.” કનિકાએ તે પોલીસને કહી દીધું કે, “આ માનવ ઈરાની અને એનો પરિવાર જયાં હોય ત્યાંથી ફટાફટ તેમને શોધવાની શરૂઆત કરી દો.