એક ષડયંત્ર.... - ભાગ 79

  • 965
  • 1
  • 506

(સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અને તે દરરોજનું થવા લાગતાં તે રીઢી થઈ જાય છે. એક દિવસ તેની સાથે માનવ જબરજસ્તીથી સંબંધ બાંધે છે અને સિયા એના પરિવારે કહેલી વાત યાદ કરી મનને કાઠું કરે છે. હવે આગળ....) ‘કાશ મને પહેલા થોડો ઘણો અણસાર આવી ગયો હતો ને હું ક્યારે એની સાથે લગ્ન કરતી નહીં અને એની સાથે આમ ના રહેતી. મને અહીંથી નીકળવાનો કંઈક કરીને તો રસ્તો બતાવો, ભગવાન તમે કોઈ રસ્તો બતાવો.’ ફરીદા બનેલી સિયાની હાલત હવે વધારે કફોડી થવા લાગી હતી. તેને શું કરવું એ સમજ નહોતી આવી રહ્યું. હવે