એક ષડયંત્ર.... - ભાગ 77

  • 1k
  • 484

(સિયા મજહબ બદલવા અને નવું નામ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. હવે તેની હાલત પહેલાં કરતાં પણ બદતર થઈ જાય છે. તે એક નોકરાણી બની જીવન ગુજારી રહી છે. એક દિવસ રોમા બજારમાં સિયાને મળી જાય છે અને તે તેના પરિવાર વિશે પૂછવા લાગે છે. હવે આગળ....) “સૌથી પહેલા તારા દાદા. એમને એમ હતું કે એમની લાડલી છે તું, જેને આટલી મોટી હસ્તી રમતી કરી હતી. જેને આંગળી પકડીને ચાલતા શીખવાડયું હતું. એ અચાનક જ એમની આંગળી છોડી, અને ખબર નહીં ક્યાં જતી રહી. અને હવે તો એમના શોધવા છતાંય મળી નથી રહી.” રોમાની આ વાત સાંભળી સિયાની આંખમાં આંસુ