એક ષડયંત્ર.... - ભાગ 71

  • 1.2k
  • 586

(સિયા માનવને એના ઘરે લઈ જાય કે જવા દેવા માટે ખૂબ કરગરી પણ તેને ધરાહર ના પડી, ઉપરથી ધમકાવી પણ ખરા. કનિકા સિયા વિશે પૂછતાછ કરતાં કરતાં તેના અને માનવના લગ્ન કરાવનાર બ્રાહ્મણ જોડે પહોંચી ગઈ. તે પહેલાં તો નથી કહેતો પછી કહેવા તૈયાર થાય છે. હવે આગળ....) “બસ એટલી ખબર પડી ગઈ હતી કે બંને પ્રેમી પંખીડા છો અને પરિવારના લોકો વિરોધ કરે છે. એટલે તેમને લગ્ન કરવા હતા તો મેં લગ્ન કરાવી આપ્યા અને મારે પણ મારી દક્ષિણાથી મળે એનાથી મતલબ, તો મેં પૂછતાછ વગર કરાવી દીધા.” એ બ્રાહ્મણે આવું કહ્યું એટલે કનિકા ફિટકાર વરસાવતી બોલી કે, “પરિવાર