એક ષડયંત્ર.... - ભાગ 70

  • 1.1k
  • 540

(સિયા માનવને ફરિયાદ કરે છે પણ ઊલટાનું માનવે તેને ડરાવી એના ઘરના લોકો જેમ કહે તેમ કરવાનું જ કહે છે. સિયાને પરેશાન કરવામાં એ લોકો કંઈ બાકી નથી રાખતા એટલે સિયા તેનો પરિવાર યાદ આવે છે અને તેમને મળવા એકવાર લઈ જવા તે માનવને કહે છે. હવે આગળ....) માનવે પોતાના આંખો મોટી કરી દેખાડીને કહ્યું તો એ સાંભળી અને જોઈ સિયાએ ડરતાં કહ્યું કે, “તમે આવું ના કહો, મને લઈ જાઓ. બસ હું તમને પગે પડું છું. મને મારા મમ્મી પપ્પા એકવાર દેખાડો, દાદા દાદી દેખી લેવા દો અને એમની સાથે થોડીવાર વાત કરાવી દો. પછી હું કંઈ જ નહીં