(સિયા એના પરિવાર સાથે ડીનર ખુશી ખુશી કરે છે. દિપક અને ધીરુભાઈ સિયા વિશે વાતો કરે છે. સંગીતા ચકરી લડ્ડુ ડબ્બામાં પેક કરે છે અને સિયા પેકિંગ કરી દે છે. જવાના દિવસે તે બધાને પગે લાગે અને ભગવાનને પ્રાર્થના કરે છે. તેના મનમાં ખટકે છે. હવે આગળ....) ‘તે આ કરે છે, એ બરાબર તો કરે જ છે ને? કે પછી હું કયાંક ખોટું તો નથી કરતી ને? આ પગલું ભરવાથી મને કોઈ તકલીફ નહીં થાય ને? અને માનવ સારો છોકરો તો હશે ને? મારું જીવન સુખમય અને શાંતિથી પસાર થશે ને? મારા પર નાના મોટા દુઃખ પડશે તો હું સહન