(માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા એની વાત નકારી દે છે. માનવ મનથી ખુશ થતાં જ તેની વાત માની લે છે. સિયા પણ બે દિવસ ખુશી ખુશી એમની સાથે વીતાવે છે. હવે આગળ....) “આહ છેવટે કામ તો થઈ જ ગયું છે, હવે તો બીજા પ્લાનની તૈયારી કરવાની છે.” માનવ પણ મનમાં જ બુદબુદીને કામે લાગ્યો. બે દિવસ તો ચપટીમાં વીતી જાય છે, તેની ખબર પણ સિયાને નથી પડતી કે ક્યાં દિવસ ગયો કે કયાં રાત્રે અને ક્યાં બીજો દિવસ આવી ગયો. જવાના આગલા દિવસે તેને થયું કે, “મારે મારા મમ્મી અને દાદીના હાથથી ભાવતી વસ્તુ