(સિયા ભાગી જવાનું કહેતાં તે ના પાડી દે છે અને ઘરના લોકોને સમજાવવા જોઈએ એવું કહી રહ્યો છે. એ દલીલ કરતાં સિયા નાના બાળકની જેમ જીદ પર ચડે છે અને વારે વારે એ જ વાત પર અટકી જાય છે. સિયાની વાત સાંભળી માનવ મનમાં ખુશ થાય છે અને છતાં તે દેખાડો કરે છે. હવે આગળ....) જેમ જેમ આપણે બાળકને કોઈ વસ્તુ માટે ના પાડીએ એમ એમ એ બાળક એ વસ્તુ વધારે લેવાનો પ્રયત્ન કરે. એ જ તરકીબથી માનવ પણ વારે ઘડીએ એક ને એક પ્રશ્ન પૂછે જતો હતો. એમ જ સિયા પણ માનવનું કહેલું સાંભળીને, “તને એવું લાગે છે કે