નારદ પુરાણ - ભાગ 24

  • 1.1k
  • 3
  • 448

સનક બોલ્યા, “હે નારદ, જેમણે યોગ દ્વારા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સરરૂપી છ શત્રુઓને જીતી લીધા છે અને જેઓ અહંકારશૂન્ય અને શાંત હોય છે એવા જ્ઞાની મહાત્માઓ જ્ઞાનસ્વરૂપ અવિનાશી શ્રીહરિનું જ્ઞાનયોગ દ્વારા યજન કરે છે. શ્રીહરિના ચરણારવિંદોની સેવા કરનારા તથા સંપૂર્ણ જગત પર અનુગ્રહ ધરાવનારા તો કોઈ વિરલ મહાત્મા જ દૈવયોગે જ ઉત્પન્ન થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઉદાહરણ આપવામાં આવે છે તે હું તમને કહું છું તે ધ્યાનથી સાંભળો.         હે નારદ, પ્રાચીન કાળની વાત છે. રૈવત મન્વંતરમાં વેદમાલી નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ થઇ ગયા છે, જે વેદ અને વેદાંગોના પારદર્શી વિદ્વાન હતા. સર્વ પ્રાણીઓ પ્રત્યે