(ધીરુભાઈને છાતીમાં દુખાવો થતાં તે સુધાબેનને બૂમ પાડે છે. સુધાબેન દિપકને બોલાવી હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય છે. સિયા પણ બોંતેર કલાક માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. હવે આગળ.....) “હું પણ ક્યારે ઘરે જવા મળે એની જ રાહ જોઉં છું?” ધીરુભાઈ એવું કહેતાં જ દિપક બોલ્યો કે, “ચાર પાંચ દિવસ પછી બાપુજી, આપણને ઘરે જવાની રજા આપવાનું કહ્યું છે. તો તમારી અહીં જ આરામ કરવો પડશે ને.” કેશવે ઠપકાભરી નજરે જોતાં કહ્યું તો તે બોલ્યા કે, “એવું છે એમ ને, આરામ માટેના સાત આઠ દિવસ થઈ ગયા નહીં, હું તો ત્રણ ચાર દિવસ માટે જ