(દિપક અને સંગીતા વચ્ચે સિયાને લઈ આર્ગ્યુંમેન્ટ થાય છે. એમાં દિપકનો હાથ ઉપડી જતાં જ ધીરુભાઈ અને સુધાબેન વચ્ચે પડી સમજાવે છે. બીજા દિવસે સુધાબેન ઊઠીને કામે વળગે છે. ધીરુભાઈને ઉઠાવવા જતાં જ. હવે આગળ....) સુધાબેને પૂછયું કે, “તમને કંઈ થાય છે? હું દિપકને બોલાવું.” “ના, બસ તું હાલ તો મારા માટે ચા બનાવ અને હું ચા બિસ્કીટનો નાસ્તો કરી લઈશ તો મને સારું થઈ જશે.” “સારું....” એમ કહીને સુધાબેન ચા બનાવવા કિચન તરફ વળ્યા અને ત્યાં જ.... દાદાને છાતીમાં વધારે દુખાવો થતાં જ તેમને જોશથી બૂમ પાડી કે, “સુધા.... મને દુખાવો થાય છે....” એમ કહેતાં કહેતાં જ તે અનકોન્શિયસ