એક ષડયંત્ર.... - ભાગ 15

  • 726
  • 1
  • 348

(સવિતા વિશે વાત કરતાં જ માસી ભાવુક થઈ જાય છે. અને તે કેવી રીતે પોતાની દીકરીને સાથ આપી ના શક્યા. કનિકા પ્રત્યે લાગણી કેવી રીતે માસીને જાગી એ વિશે વાત કરતાં જ કનિકા પોતાના ઈરાદા વિશે જાણી અને તે મદદ કરે છે. હવે આગળ....) “તું બિલકુલ સવિતા જેવી હતી એટલે મને તારા માટે એમ થતું કે હું મારાથી થાય એટલું તારી માટે કરી શકું એટલું ઓછું છે. મેં કર્યું બેટા? મને એમ જ સંતોષ થયો કે મારી સવિતાના સપનાં મેં પૂરા કરી દીધા. એને જ મેં એક મોટી ઓફિસર બનાવી દીધી. મારા સપનાં પણ પૂરા થઈ ગયા.” માસી આવું બોલ્યા