(માસી એમની દીકરીની વાત કહી રહ્યા છે, જેમાં દસમા ધોરણમાં પહેલો નંબર લાવ્યા બાદ અગ્યારમા ભણવા લાગેલી. અને એક દિવસ તે ભાગી ગઈ. તેની બહેનપણીએ બધી વાત કરી કેમ કરીને આ બન્યું. હવે આગળ....) “હું એની સાથે વાત કરું તો મને સમાજ ફોલી નાંખે. એના બાપા મારી ચામડી ઉધેડી નાંખે, પછી સાથ આપવાની વાત કયાં આવે?” “સમાજ અને આ સમાજના નિયમોના કારણસર જ કોઈ પણ છોકરી જ્યારે ખોટું પગલું ભર્યા પછી પાછી ઘરે આવવા મથતી હોય ને તો એને કોઈ સપોર્ટ નથી કરતું.” માસી આવું કહેતાં જ કનિકા અકળાઈને બોલી પડી. “હા બેટા, એ વાત હાલ હું એ સમજુ છું,