એક ષડયંત્ર.... - ભાગ 9

  • 2k
  • 2
  • 1.2k

(માનવ જોડે વાત કર્યા બાદ ધીરુભાઈ અને સોમાભાઈ ખુશ થતાં છૂટાં પડે છે. ઘરે આવીને ધીરુભાઈ સિયા આવતાં જ સિયાને કોલેજ વિશે પૂછે છે. અને એડમિશન થઈ ગયું છે, એ ખબર પડતાં ખુશ થાય છે. હવે આગળ....) સિયાએ તેના દાદાને કહ્યું કે, “ચાલો દાદા આપણે જમવા બેસી જઈએ.” “હા બેટા...” એમ કહીને તો તે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. કોશાબેને થાળી પીરસી. જમતાં જમતાં દાદાએ સિયાને કીધું કે, “બેટા તને એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે અમને મંદિરમાં એક યુવક મળ્યો હતો, બિલકુલ તારા જેવો આજ્ઞાંકિત, મિલનસાર. એવો જોઈને તો અમારું દિલ ખુશ ખુશ થઈ ગયું.” “દાદા....