ભાવ ભીનાં હૈયાં - 44

  • 1.3k
  • 924

" સોરી અંકલ..! પણ તમે આવું ન કરી શકો..! અભિને પૂછ્યાં વિના જ તેનાં લગ્ન ફિક્સ કરી લીધા..! આ ખોટું છે. તે પુરેપુરી સ્વતંત્ર છે તેનાં જીવન સાથીની પસંદગી કરવા માટે. " " તેને કઈ સ્વતંત્રતા આપવી ને કઈ નહીં..! તે તારે નહીં મારે નક્કી કરવાનું છે." " હા, તમે તેનાં પિતા છો. પણ એનો મતલબ એ નહીં કે તેનાં જીવનના દરેક નિર્ણય તેને પૂછ્યાં વિના તમે જ લો..! એ હવે નાની બચ્ચી નથી. અંકલ..! તેને પણ હક છે તેની મરજીથી જીવવાનો..! એને જીવવા દો..! એને જબરદસ્તી કોઈ એવા બંધનમાં ન બાંધી દો કે આખી જિંદગી તેને અફસોસ રહે. તમારા