ભાવ ભીનાં હૈયાં - 37

  • 2.2k
  • 1
  • 1.5k

આટલું સાંભળી અભિલાષા શશાંક સામે જોઈ થોડી મલકાઈ અને ઉતાવળે પગલે હોટેલની બહાર નીકળી ગઈ. તેનાં રોકી રાખેલા આંસુ પૂરની જેમ વહેવા લાગ્યાં. તેણે પોતાનો સામાન ટ્રાવેલમાં ગોઠવ્યો અને પોતાની જગ્યા પર બેઠી. ટ્રાવેલ ચાલુ થઈ ને તરત કોઈએ ટ્રાવેલને ઉભી રાખી. કોઈ ટ્રાવેલમાં ચડ્યું. " અભિલાષા મૅમ..!" પોતાના નામનો અવાજ સાંભળીને અભિલાષાએ પોતાના કેબિનમાંથી ડોકિયું કરી બહાર જોયું. " જી..હું છું..! શું કામ હતું ?" "મૅમ..! હોટેલ તરફથી તમને આ ગિફ્ટ ઑફર થઈ છે. માફ કરજો અમે તમને પહેલાં આપવાનું ભૂલી ગયા." આટલું બોલતા વેઇટરનાં કપડાંમાં સજ્જ તે છોકરાએ અભિલાષાના હાથમાં ગિફ્ટબોક્સ પકડાવી ફટાફટ નીચે ઉતરી ગયો. ટ્રાવેલમાં બેઠેલા