ભાવ ભીનાં હૈયાં - 34

(12)
  • 2.2k
  • 1
  • 1.8k

" જો હું આને છોડીને જવાનું સાચું કારણ જણાવી દઈશ તો તે વધુ હર્ટ થશે. આમ, પણ મારા કારણે તે બહુ દુઃખી થઈ છે. હું સાચું બોલીને ફરી તેને હર્ટ કરવા નથી માંગતો. નહિ, હવે નહિ તેને હવે હું હર્ટ કરવા નથી ઇચ્છતો. મારે અભિલાષા પ્રત્યેની લાગણીઓને છુપાવવી પડશે. તે માંડ તેના જીવનમાં સેટ થઈ છે. તેમાં મારા લીધે ભંગાણ ન જ થવું જોઈએ." શશાંક મનમાં જ વિચારતો ખોવાઇ ગયો હતો ને અભિલાષાએ તેને ઢંઢોળતાં તે ઝબકીને અભિ સામે જોવા લાગ્યો. " એ જ આંખો..એ જ ચહેરો..હા એ જ અભિ છે છતાં આજ તું પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી