ભાવ ભીનાં હૈયાં - 33

  • 2.5k
  • 1.9k

" હું એ કેમ ભૂલી ગયો કે અભિલાષા મેરિડ છે અને તેનાં તો બાળકો પણ છે. મારે લાગણીવશ થઈ અભિલાષા પાસે નહોતું આવવું જોઈતું." આમ, વિચારી શશાંક રૂમની બહાર જવા જતો હતો ત્યાં જ અભિલાષા બોલી, " શશિ..! તેં મારા સવાલનો જવાબ ન આપ્યો. આટલા વર્ષોથી ક્યાં ગાયબ થઈ ગયો હતો ?" " તારા તો લગ્ન થવાનાં હતા. પછી મારું તારાં જીવનમાં શું કામ ? આથી તારાથી દૂર જવું જ યોગ્ય લાગ્યું." " પણ તેં એક પણ વાર આપણાં લગ્ન માટે પ્રયત્ન ન કર્યો ? એવું કેમ ? તને ખબર છે તે દિવસે તેં મને મળવા બોલાવેલી ? તે દિવસે