ભાવ ભીનાં હૈયાં - 19

(13)
  • 2.5k
  • 2k

બે યુવાન હૈયાંઓ લગ્નના બંધને બંધાઈને હમેશા માટે એકમેકના થવાના સપનાઓ સેવવા લાગેલા. હું ઉત્સાહ ને ઉત્સાહમાં ઘરે ગઈ. મારા પપ્પા કયાંક જવાની તૈયારી કરી મારી રાહ જોઇને જ બેઠા હતા. " ઓહ..આવી ગઈ બેટા..! બસ તારી જ રાહ જોતો હતો. વિચાર્યું તું આવે પછી નીકળું." મને જોઈ પપ્પાએ કહ્યું. " અત્યારે ખરાં બપોરે ક્યાં ઉપડ્યા તમે..? " મેં પૂછ્યું. " જરૂરી કામથી સૌરાષ્ટ્ર જાઉં છું. આવતીકાલે રાત સુધીમાં આવી જઇશ. તું સમયથી જમી લેજે અને તારું ધ્યાન રાખજે." નાની અમથી બેગને ખભે કરી તેઓ નીકળ્યા. " સાચવીને જજો પપ્પા અને તમે તમારો મોબાઈલ લીધો..?" મેં પૂછ્યું. " હા, દીકરા..!