ભાવ ભીનાં હૈયાં - 9

  • 1.1k
  • 750

અભિલાષાએ નક્કી તો કર્યું કે તે શશાંકના ચહેરા પર સ્માઇલ લાવશે. પણ કેવી રીતે..? તે અભિલાષાને સમજાતું ન હતું. અભિલાષા શશાંકના ચહેરા પર સ્માઈલ તો લાવવા ઈચ્છતી હતી પણ છૂપી રીતે. તે શશાંકને ખુશ કરવા ઈચ્છતી હતી પરંતુ શશાંકની જાણ બહાર. આજ અભિલાષા કોલેજ જવા માટે થોડી વહેલી નીકળી. કોલેજ જવાના રસ્તામાં જ હોસ્પિટલ આવતી હતી. તેણે એક બુકે બનાવડાવ્યો અને તેમાં કંઈક લખીને ચિઠ્ઠી મૂકી દીધી. તે લઈ સીધી હોસ્પિટલમાં ગઈ.નર્સ દ્વારા તેણે તે બુકે શશાંક સુધી પહોંચાડ્યો. " બુકે..? મારા માટે..? કોણે મોકલ્યો બુકે..?" શશાંકએ નર્સને પૂછ્યું. " કોઈ છોકરી હતી. નામ નથી કીધું." નર્સે વળતો જવાબ આપ્યો.