ભાવ ભીનાં હૈયાં - 7

(16)
  • 3.1k
  • 2.7k

" અભિલાષા..! ચાલ..લંચ લેવા માટે..! અહીં એકલી બેસીને શું કરે છે..?" સુલોચનામેમ શોધતાં શોધતાં આવ્યા. પોતાના નામની બૂમ સાંભળીને અભિલાષા તેના ખોવાયેલ ભૂતકાળમાંથી બહાર આવી. " અરે મૅમ તમે..? હું તો બસ એમ જ બેઠી હતી. દરિયાકિનારાનું ખુશનુમા વાતાવરણ મને બહુ આકર્ષે છે..! બાકી બધાએ જમી લીધું..?" " નાં..હમણાં જ શરૂ થયું લંચ..! કીર્તિ તને શોધતી હતી.. તે સાંજના સંગીતના પ્રોગ્રામમાં કઈ જવેલરી પહેરવી તે બાબતે કન્ફ્યુઝ છે. તું લંચ કરી તેની પાસે રહેજે..!" " હા, મૅમ..! સાંજે તમે જોતા રહી જશો તેવી રેડી કરીશ.. મારી સખી ને..!" અભિલાષાએ હસીને કહ્યું. અભિલાષા અને કીર્તિ સુલોચના મૅમના કારણે જ ગાઢ મિત્રો