ભાવ ભીનાં હૈયાં - 2

(20)
  • 4k
  • 1
  • 3.7k

એટલામાં તેનો મોબાઈલ રણક્યો. " હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!" " કેમ શુ થયું..?" " તમે ઘરે આવો..ખબર પડી જશે.." આટલું બોલી આમીને ફોન મૂકી દીધો. અભિલાષાનો જીવ અધ્ધર થઈ ગયો.શું થયું હશે..? કેમ જલ્દી બોલાવી..? વગેરે વિચારોથી ઘેરાયેલી અભિલાષાએ જલ્દીથી ઘરે પહોંચવા ગાડીની સ્પીડ વધારી. અભિલાષા ઝડપથી ઘરે પહોંચી. આમીન, જેનિફર, શુભમ, રિશી,ખુશી પાંચેય ઘરના આંગણે ટોળું વળીને બેઠા હતા.અમીન સોળેક વર્ષનો હશે,જેનિફર પંદર..શુભમ ચૌદ વર્ષનો..રિશી સાત વર્ષનો અને ખુશી નવ વર્ષની હશે લગભગ. અભિલાષા દોડતી તેઓની પાસે ગઈ ને જોયું તો..પાંચેય બચ્ચાઓની વચ્ચે એક કૂતરાંનું બચ્ચું દૂધ પી રહ્યું હતું. તેના કાન પાસે મલમ પટ્ટી કરેલી હતી. થોડી