વલ્લભાચાર્ય જયંતિ જેમણે રચેલું અધરમ મધુરમ વદનમ મધુરમ’ પંક્તિઓ વાળું મધુરાષ્ટકમ અતિ પ્રસિદ્ધ છે. તેવા વૈષ્ણવજનના વહાલા, પુષ્ટિમાર્ગના પથપ્રદર્શક અને ‘બ્રહ્મ સંબંધ’થી જીવને પ્રભુ સાથે જોડનાર મહાપ્રભુજી એટલે શ્રીમદ્ વલ્લભાચાર્ય. મહાપ્રભુજીશ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય સંવત 1535 ના ચૈત્ર વદ એકાદશીના પવિત્ર દિવસે મધ્યપ્રદેશના રાયપુર ચંપારણ્ય પાસે થયું હતું. વિદ્વાન ભારદ્વાજ ગોત્રી દક્ષિણભારતના તેલંગ પ્દેશના બ્રાહ્મણ શ્રીલક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલ્લમાગારુજીના કૂખેથી તેમનું પ્રાગટ્ય થયું હતું. પૂર્વ માન્યતા મુજબ જે 100 સોમયજ્ઞ પૂર્ણ કરે તે કુળમાં મહાવિભૂતિનો પ્રાદુર્ભાવ થાયછે,એ મુજબ શ્રીલક્ષ્મણ ભટ્ટ અને તેમના પૂર્વજોએ સો સોમયજ્ઞો પૂર્ણ કર્યા હતાં જેના ફળસ્વરૂપ આ દિવ્ય બાળકની પ્રાપ્તિ થઈ હતી.જેમનું નામ વલ્લભ રાખવામાં આવ્યું હતું.