અનોખો પ્રેમ - ભાગ 10

  • 668
  • 1
  • 336

અનોખો પ્રેમ ભાગ 10સુપ્રીતા,પ્રિત કે તેની ટીમના લોકોને કાંઈ જ સમજાતું નહોતું."આ બધું શુ થઈ રહ્યું છે. આ બે વ્યક્તિની આવી હાલત કોણે કરી ? તેઓની ડેથબોડીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા કેમ મોકલ્યા નથી ? અને તમે લોકો બાથરૂમ ના દરવાજે કેમ ઊભા છો..? અંદર કોણ ધમપછાડા કરી રહ્યું છે..?" પરિસ્થિતિને જોતા સુપ્રીતા એકીસાથે ઘણા પ્રશ્નો કરી બેઠી. પ્રિત પણ ડઘાઈ ગયો હતો." આ ડ્રગ્સમાં રહેલા ખતરનાક વાઇરસનું પરિણામ છે. આ બેમાંથી કોઈએ છુપી રીતે ડ્રગ્સનું સેવન કરેલું. તેના બે કલાક પછી તેમાં રહેલો વાઇરસ એક્ટિવ થયો. અને ડ્રગ્સ લેનારએ ઝોમ્બીનું સ્વરૂપ ધારણ કર્યું. તેના આંખ,નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું.