અનોખો પ્રેમ - ભાગ 6

  • 1.9k
  • 1
  • 1.2k

અનોખો પ્રેમ ભાગ 6" તમે જે કહ્યું તેનાથી હું સહેમત છું. પણ આવા લોકોને કેવીરીતે પકડશો સુપ્રીતા ગોહિલ..?" કમિશનરએ કહ્યું. " સુપ્રીતા ગોહિલ...સૂપી...હા, હું મેડમ સરને સૂપી કહીશ..પ્યારથી..!" પ્રિત મેડમ સરનું નામ સાંભળીને મનમાં જ મલકાયો. " સર મારી પાસે એક પ્લાન છે. જો તમે મને પરવાનગી આપતા હોય તો હું તેને અનુસરુ. હું ગેરંટી આપું છું કે સવાર સુધીમાં ડ્રગ્સની આખે આખી ચેઇન તોડી..ડ્રગ્સની લે વેચ કરનાર દરેકને અહીં હાજર કરી દઉં." મેડમ સરે કહ્યું. મેડમ સરની વાત સાંભળીને પ્રિત તો અવાક જ રહી ગયો. તે મેડમ સરને ગર્વથી જોઈ રહ્યો. સાથે એ જાણવાની ઉત્સુકતા પણ હતી કે મેડમ